૧૬ વર્ષની ઉંમરે પિતા પાસેથી લીધા ૨૫ હજાર ઉધાર અને બની ગયા ૧૦ હજાર કરોડના માલિક

એવું કહેવામાં આવે છે કે નસીબ બદલવામાં લાંબો સમય નથી લાગતો. નસીબ બદલવા માટે આપણે પ્રયત્નો યોગ્ય દિશામાં કરવા જોઈએ અને આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આજની વાર્તા એવા જ બે ગુજરાતી ભાઈઓની છે. જેે મુંબઈમાં રહે છે. બંનેએ ખૂબ જ નાની ઉંમરે સફળતાનું એક ઉદાહરણ સમાજ સમક્ષ મુક્યું છે.

જેને જોઈને બધા દાંત નીચે આંગળી દબાવતા હોય છે. તો ચાલો જાણીએ આ બંને ગુજરાતી ભાઈઓની કહાની ચાર્ટર્ડ પ્લેન, વિશ્વના સૌથી મોંઘી ગાડીઓના શોખીન અને કરોડો રૂપિયાના આલીશાન બંગલામાં રહેતા આ બંને ભાઈઓની ગણતરી આજે દેશના ધનિક લોકોમાં થાય છે. આ બંને ભાઈઓને ભારતીય ‘એડ ટેક’ વિશ્વની સૌથી મોટી હસ્તીઓ તરીકે જોવામાં આવે છે.

આ ભાઈઓએ તેમની કારકીર્દિમાંં દોઢ દાયકામાં લગભગ એક ડઝન કંપનીઓ શરૂ કરી, જેમાંથી પાંચ કંપનીઓ વેચીને તેઓ આજે ભારતના ધનિક લોકોની યાદીમાં જોડાયા છે. આવી સ્થિતિમાં, હવે તેમના નામ જાણવાની રુચિ તમારા મનમાં ઉભી થવી જ જોઇએ. તો ચાલો વિલંબ કર્યા વિના જણાવી દઈએ કે આ બંને ગુજરાતી ભાઈઓના નામ દિવ્યાંક તુરખીયા અને ભાવિન તુરખીયા છે.

જે આજે દેશના એક અગ્રણી ઉદ્યોગપતિ છે. દસ હજાર કરોડની વ્યક્તિગત સંપત્તિ ધરાવતા આ ભાઈઓની સફળતાની વાર્તા ખરેખર ખૂબ પ્રેરણાદાયક અને રસપ્રદ છે. મુંબઈમાં એક મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મેલા, તુરખીયા ભાઈઓએ બાળપણ જુહુ અને અંધેરી વિસ્તારોમાં વિતાવ્યું. 13 વર્ષની ઉંમરે, દિવ્યાંક જેને નાનપણથી જ કમ્પ્યુટર અને પ્રોગ્રામિંગનો શોખ હતો તેણે તેના ભાઇ સાથે શેર બજારના ભાવને ટ્રેક કરવા માટે સ્ટોક માર્કેટ સિમ્યુલેશન ગેમ બનાવ્યો.

ત્યાર પછી દિવસેને દિવસે કમ્પ્યુટર્સ પ્રત્યેની વધતી રુચિને કારણે અભ્યાસ સાથેના તેના સંબંધો તૂટતા રહ્યા. જોકે તેના પિતાના દબાણ હેઠળ તેણે બી.કોમ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ ક કોલેજ ક્યારેય ગયો ન હતો. આખો દિવસ, બંને ભાઈઓ ઘરે એક સાથે કોડિંગ કરતા. કોડિંગમાં ખૂબ જ સારી એવી પકડ પ્રાપ્ત કર્યા પછી, બંને ભાઈઓએ પોતાનો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી.

પરંતુ વ્યવસાય શરૂ કરવામાં સૌથી મોટો અવરોધ એ પ્રારંભિક મૂડી હતી. આવી સ્થિતિમાં બંને ભાઈઓએ ગમે તેમ કરીને પિતાને સમજાવ્યા અને વર્ષ 1998 માં તેના પિતા 25 હજાર રૂપિયા ઉધાર આપવા તૈયાર થઈ ગયા. તે સમયે, આ ભાઈઓએ વિચાર્યું પણ ન હતું કે 16 વર્ષ પછી તેઓ અબજોપતિઓની યાદીમાં શામેલ થશે.

16 વર્ષની ઉંમરે તેમના 18 વર્ષના ભાઈ ભાવિન તુરખીયા સાથે તેમણે આ પૈસાથી વેબસાઇટની ડોમેન નામ આપનારી કંપની ‘ડિરેક્ટરી’ ની સ્થાપના કરી. ડિરેક્ટરી ભારતીય કંપનીઓને વેબસાઇટ્સ અને ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરવા માટે વપરાય છે. બાદમાં આ કંપનીના બેનર હેઠળ ‘બિગરોક’ નો જન્મ થયો.

જે આજેે એક અગ્રણી ડોમેન રજિસ્ટ્રાર કંપની છે. એટલું જ નહીં, વર્ષ 2001માં બંને ભાઈઓએ એક સોફ્ટવેર પ્રોગ્રામ બનાવ્યો. બંને ભાઈઓએ ડિરેક્ટરીના બેનર હેઠળ અત્યાર સુધીમાં કુલ 11 સ્ટાર્ટઅપ્સ શરૂ કર્યા છે. ડાયરેક્ટી ગ્રૂપમાં હાલમાં 1000 કર્મચારી અને 10 મિલિયન ગ્રાહકો છે. કંપની વાર્ષિક ધોરણે 120 ટકાના દરે ગ્રોથ કરી રહી છે.

થોડા વર્ષો પહેલા તુરખીયા અને તેના ભાઈએ એન્ડ્યુરન્સ ઇન્ટરનેશનલ ગ્રુપને રૂ. 1000 કરોડમાંંચાર બ્રાન્ડ્સને વેચ્યા હતા. ગૂગલની એડ સેન્સ સાથે સ્પર્ધા કરવા માટે મીડિયાનેટ બનાવવામાં આવી હતી. આ ઉત્પાદનને ઘણાં પ્રકાશકો, જાહેરાત નેટવર્ક્સ અને આંતરરાષ્ટ્રીય જાહેરાત ટેક કંપનીઓ દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું છે.

મીડિયા નેટ ન્યૂ યોર્ક, લોસ એન્જલસ, દુબઇ, ઝુરિક, મુંબઇ અને બેંગ્લોરથી કામ કરે છે. તેમાં 800 કર્મચારીઓ કાર્યરત છે. ગયા વર્ષે મીડિયા નેટે 1554 કરોડની કમાણી કરી હતી. થોડા વર્ષો પહેલા તેણે ઓનલાઈન જાહેરાત સાહસ મીડિયા નેટને એક ચાઇનીઝ સમૂહને 90 કરોડ ડોલરમાં વેચ્યું હતું. આ કિસ્સામાં, તેણે ગૂગલ (75 કરોડ ડોલરમાં એડમોબને ખરીધું) અને ટ્વિટર (35 કરોડ ડોલરમાં મોપબને ખરીધું) ને પણ પાછળ છોડી દીધું.

તમને જણાવી દઈએ કે બંને ભાઈઓ પાસે એન્જિનિયરિંગની ડિગ્રી ન હોવા છતાં બંને સારા એવા કોડર છે. બંને ભાઈઓએ કોઈ પણ મદદ વગર પોતાની મહેનત પર જ આટલું મોટું સામ્રાજ્ય ઉભું કર્યું. આજેે તુરખીયા ભાઈઓ ‘પ્રથમ ભારતીય ઇન્ટરનેટ ઉદ્યોગસાહસિક’ તરીકે જાણીતા છે. તેથી આ વાર્તા ખૂબ પ્રેરણાદાયક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *